🔥 TRENDING Two Arrested in Murder of Hindu Trader... Road Agency and Contractor Penalised O... Bus Collides with Truck on EPE, Driver... Road Crash in Rajasthan Claims Two Liv... Woman Stages Burglary to Stop Husband... Crime Branch Recovers Rs 5 Lakh Stolen...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પીપળીધામ હવેથી રામદેવપીર પીઠ તરીકે ઓળખાશે

✍️ Reporter: Anil Vaghela 🗓 26 Sep 2026, 08:32 AM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પીપળીધામ હવેથી રામદેવપીર પીઠ તરીકે ઓળખાશે

ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ નો ભાદરવા સુદ ૧૦ દશમ તારીખ 21/9/2026 રામદેવપીર બાપા ના પ્રાગટ્ય દિવસે જગતગુરુ રામદેવાચાર્ય તરીકે શ્રેષ્ઠત્તમ પદ અભિષેક થયો

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ઐતિહાસિક અને સર્વે સમાજની આસ્થા નું કેન્દ્ર પીપળીધામ.હવે વિધિવત રીતે રામદેવપીર પીઠ તરીકે ઓળખાશે. પીપળીધામને આ નવી ઓળખ મળવાની સાથે રામદેવપીર પીઠમાં ભક્તરાજશ્રી વાસુદેવ મહારાજનો ભવ્ય શ્રેષ્ઠત્તમ પદ અભિષેક. તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પીઠાધિશ્વર પરમ પૂજ્ય અનંતવિભૂષિત જગતગુરુશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ, તેમજ વિવિધ અખાડાના સાધુ સંતો મહંતો તથા 40,000 થી વધુ સેવક સમુદાય તેમજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર પીપળીધામે ધર્મસભામાં પરમ પૂજ્ય ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજનો જય ઘોષ કરી વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું.
સમગ્ર કાર્યક્રમ શ્રી જગતગુરુ રામાનંદાચાર્યજી પાલી રાજસ્થાન ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ધાર્મિક વિધિ વિધાન અનુસાર સંતોના આશીર્વાદ વચ્ચે પીપળીધામના મહંત ભકતરાજ શ્રી વાસુદેવ મહારાજનો જગતગુરુ તરીકે શ્રેષ્ઠત્તમ પદ અભિષેક કરવામાં આવ્યો હતો.
સમારોહ દરમિયાન સર્વે જગતગુરુશ્રીઓ તથા વિવિધ અખાડાના સંતો દ્વારા પીપળીધામના મહંત શ્રી વાસુદેવ મહારાજને વિધિવત રીતે ચાંદીના સિંહાસન પર બિરાજમાન કરી પરમ પૂજ્ય અનંતવિભુષિત શ્રી શ્રી જગદગુરુ રામદેવાચાર્ય નામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રેષ્ઠત્તમ પદ અભિષેક પ્રસંગે દેશના ખૂણે ખૂણેથી શ્રી જગતગુરુશ્રીઓ, તેર અખાડાના મહામંડલેશ્વરશ્રીઓ, મંડલેશ્વરશ્રીઓ, સાધુ-સંતો-મહંતો તેમજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો પીપળીધામ પહોંચ્યા હતા. સર્વે સંતોએ આશિર્વચન આપ્યા હતા. અંતે પરમ પૂજ્ય અનંતવિભૂષિત શ્રી શ્રી જગતગુરુ રામદેવાચાર્ય ભક્તરાજશ્રી વાસુદેવ મહારાજ સદગુરુશ્રી બળદેવદાસ મહારાજે આશીર્વાદ આપ્યા હતા.
📲Get App