🔥 TRENDING Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

આડેસર પોલીસે વાળી વિસ્તારમાંથી ભૂગર્ભમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 26 Sep 2026, 05:08 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આડેસર પોલીસે બાતમીના આધારે વાળી વિસ્તારમાં જમીનમાં ખોદકામ કરીને બનાવેલા ભૂગર્ભમાંથી વિદેશી દારૂ અને દેશી દારૂ બનાવવાના આથાનો જથ્થો શોધી કાઢ્યો છે.

કાયદાના હાથ કેટલા લાંબા હોય છે તે કહેવતને સાર્થક કરતી ઘટનામાં, આડેસર પોલીસે પાતાળમાંથી પણ આરોપીઓનો મુદ્દામાલ શોધી કાઢ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, વાળી વિસ્તારમાં જમીનમાં ખોદકામ કરીને એક ભૂગર્ભ બનાવવામાં આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

આ ભૂગર્ભમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલો તેમજ દેશી દારૂ બનાવવા માટે વપરાતા આથાનો જથ્થો શોધી કાઢ્યો છે. આ સફળ કામગીરી આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્ય સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ (બોર્ડર રેન્જ કચ્છ-ભુજ), પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ-કચ્છ ગાંધીધામ) અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ ભચાઉ) દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન અને જુગાર બદી નાબૂદ કરવા માટે અપાયેલ સૂચના અને માર્ગદર્શનના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. આડેસર પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવવામાં આવી હતી.
📲Get App