🔥 TRENDING Authorities urge safety and hygiene im... Sardesai threatens protest over hospit... Club officials meet Jamil, pledge supp... Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી: કાંતિભાઈ ગામિત પ્રમુખ અને ભરતસિંહ સોલંકી ઉપપ્રમુખ બન્યા

✍️ Reporter: Dhaval Maheta 🗓 25 Sep 2026, 02:24 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત સુમુલ ડેરીમાં લાંબા સમયથી અટવાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની વરણી આખરે પૂર્ણ થઈ છે. પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિત પ્રમુખ અને ભરતસિંહ સોલંકી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.

સુરત સુમુલ ડેરીના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ડેરીના પ્રમુખ તરીકે અગાઉ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કાંતિભાઈ ગામિતની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી કરવામાં આવી છે.

સુમુલ ડેરીના પદાધિકારીઓની વરણી લાંબા સમયથી અટકી પડી હતી. બે વખત યોજાયેલી મીટિંગો છતાં ભાજપના નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલતી રહી હતી. આખરે ગણેશ વિસર્જનના દિવસે આ ખેંચતાણનો અંત આવ્યો અને નવા પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી થઈ.

આ વરણી સાથે સુમુલ ડેરીના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવતા સહકારી ક્ષેત્રમાં પણ નવી ગતિવિધિઓ જોવા મળશે.
📲Get App