🔥 TRENDING Avengers: Endgame Encore grosses Rs 17... Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्... Heritage Rulebook Unveiled for Old Goa... Church Holds Celebration, Reports Sang...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પલસાણામાં ગાંજા સાથે એક ઝડપાયો, મુખ્ય સૂત્રધાર ફરાર

✍️ Reporter: Dhaval Maheta 🗓 25 Sep 2026, 02:30 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ગ્રામ્ય SOGની ટીમે પલસાણા ખાતે એક વ્યક્તિને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. જોકે, આ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત ગ્રામ્ય SOGની ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે એક વ્યક્તિને ગાંજાના મોટા જથ્થા સાથે દબોચી લીધો છે.

મળતી માહિતી અનુસાર, પલસાણા ગામની સીમમાં પલસાણા-સચીન રોડ પર વિક્રમભાઈની ચાલ સામે આવેલી ભરકાદેવી આઈસ્ક્રીમની દુકાન પાસે આવેલી એક લોખંડની કેબીનની પોલીસે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

જોકે, આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર અને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર અજાણ્યો વ્યક્તિ પોલીસ તપાસ દરમિયાન ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરી છે અને ફરાર થયેલા મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.
📲Get App