🔥 TRENDING Tajikistan Says UNSC Seat Bid Not Abou... Priyanka Gandhi Renews Demand for CEC’... Virat Kohli's Masterclass Leads India... Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

જૂનાગઢમાં ખેલ મહાકુંભ-૨૦૨૬ની માહિતી પુસ્તિકાનું વિમોચન, ૨૪ રમતોમાં ખેલાડીઓને મળશે તક

✍️ Reporter: Samir Bhalodiya 🗓 25 Sep 2026, 06:54 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવા માટે ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરાયું છે. જૂનાગઢ ખાતે આયોજિત કાર્યક્રમમાં માહિતી પુસ્તિકાનું વિમોચન કરાયું.

જૂનાગઢ: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવા તથા વધુમાં વધુ ખેલાડીઓને રમતગમત સાથે જોડવાના ઉમદા હેતુથી ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાની આવડત દર્શાવવા માટે યોગ્ય મંચ મળી રહેશે. સ્પર્ધાઓ શાળા/ગ્રામ્યકક્ષા, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ટીમ રમતો માટે ઝોનકક્ષા અને ત્યારબાદ રાજ્યકક્ષા સુધી યોજાશે.

ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એજ, અબવ-૪૦ અને અબવ-૬૦ સહિતના વિવિધ વયજૂથના ખેલાડીઓ ભાગ લઈ શકશે. ઝોન-તાલુકાકક્ષાએ ૭ જેટલી રમતો જ્યારે જિલ્લાકક્ષાએ કુલ ૨૪ રમતોનું આયોજન કરવામાં આવશે, જે ખેલાડીઓને વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા નિખારવાની ઉત્તમ તક પૂરી પાડશે.

આ પ્રસંગે જૂનાગઢ ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ-૨૦૨૬ની વિસ્તૃત માહિતી આપતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર યોગેશકુમાર ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવ, શિક્ષણ અધિકારી લત્તાબેન ઉપાધ્યાય, જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડીયા અને વ્યાયામ મંડળના ઉપપ્રમુખ ભરતભાઈ ભેટારિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડીયા દ્વારા આપવામાં આવેલી અખબારી યાદી મુજબ, ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત આ સ્પર્ધાઓનું આયોજન વિવિધ તબક્કે કરવામાં આવશે, જે રાજ્યના રમતગમત ક્ષેત્રે ઉત્સાહ અને સ્પર્ધાત્મકતા વધારવામાં મદદરૂપ થશે.
📲Get App