🔥 ट्रेंडिंग बागमती नदी का जलस्तर बढ़ा, माड़र पुल क... कर्नाटक FDA ने 254 फार्मा कंपनियों पर... भारी बारिश से निंबड़ी चांदावता के खेतो... एमएसआरटीसी बस का दुर्घटना: बेलापुर फॉल... हिंदू व्यापारी की हत्या के मामले में द... डिज़ाइन विफलता से हुई मृत्यु पर सड़क ए...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

કામરેજ: તાપી નદીમાં ગણેશ વિસર્જન વખતે નાવડી પલટી, ત્રણ યુવકોના મોત

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 25 सित. 2026, 10:45 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન તાપી નદીમાં એક દુઃખદ ઘટના બની, જેમાં ત્રણ યુવકોના મોત થયા છે. આ ઘટના બાદ સ્થાનિક ભરવાડ સમાજમાં શોકનો માહોલ છે.

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ગણેશ વિસર્જન સમયે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ધોરણ પારડી ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા ગયેલા ભરવાડ સમાજના કેટલાક યુવકોની નાવડી અચાનક પલટી ખાઈ ગઈ હતી.

આ દુર્ઘટનામાં ત્રણ યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. તાત્કાલિક ધોરણે તેમને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, તેઓ બેભાન અવસ્થામાં હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. આ ઘટનાના પગલે સમગ્ર ભરવાડ સમાજમાં ભારે શોક પ્રસરી ગયો છે અને અરેરાટી વ્યાપી ગઈ છે.
📲Get App