🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ભરૂચ કોંગ્રેસમાં ભડકો: યુવા કોંગ્રેસ ઉપ-પ્રમુખ ઈમ્તિયાજ પટેલનું સનસનાટીભર્યું રાજીનામું

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 25 Sep 2026, 11:32 AM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપ-પ્રમુખ ઈમ્તિયાજ પટેલે પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પક્ષમાં ચરમસીમાએ પહોંચેલા જૂથવાદ અને ચમચાગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપ-પ્રમુખ ઈમ્તિયાજ પટેલે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે.

રાજીનામું આપતાં જ ઈમ્તિયાજ પટેલે ભરૂચ કોંગ્રેસના સ્થાનિક માળખા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પક્ષમાં ચરમસીમાએ પહોંચેલા જૂથવાદ અને ચમચાગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાત-દિવસ પક્ષ માટે લોહી-પાણી એક કરનારા પાયાના અને સાચા કાર્યકરોની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે, જેને કારણે સંગઠન નબળું પડી રહ્યું છે.

પક્ષ છોડ્યા બાદ કોઈ અન્ય રાજકીય પક્ષમાં જોડાવાની અટકળો પર વિરામ મૂકતા ઈમ્તિયાજ પટેલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલ કોઈ અન્ય પક્ષમાં જોડાવાના નથી. તેમણે જણાવ્યું કે પક્ષના બંધનોમાંથી મુક્ત થઈને તેઓ હવે એક સ્વતંત્ર સામાજિક કાર્યકર તરીકે સીધા પ્રજાની વચ્ચે જશે અને યુવાનો તેમજ સ્થાનિક લોકોના પ્રશ્નો માટે લડત ચાલુ રાખશે.
📲Get App