🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Jobs & Career

વંથલીમાં રોજગાર ભરતીમેળામાં ૮૦૦ યુવાનો અને ૪૦ નોકરીદાતાઓ જોડાયા, શ્રમમંત્રીએ સાધ્યો સંવાદ

✍️ Reporter: Samir Bhalodiya 🗓 25 Sep 2026, 06:50 PM 👁 106
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે વંથલી ખાતે આયોજિત ક્લસ્ટર કક્ષાના રોજગાર ભરતીમેળામાં ૮૦૦થી વધુ યુવાનો અને ૪૦ જેટલા નોકરીદાતાઓ જોડાયા હતા. રાજ્યના શ્રમમંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો.

વંથલીના શ્રી દેવીપ્રસાદજી સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસ ખાતે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો હતો. જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે આયોજિત આ ભરતીમેળામાં આશરે ૪૦ જેટલા ઔદ્યોગિક ક્ષેત્રોના નોકરીદાતાઓ અને ૮૦૦ જેટલા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને રોકાણને પગલે યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવા માટે આઈ.ટી.આઈ.માં વિવિધ અભ્યાસક્રમો તથા તાલુકા કક્ષાએ નવા ટ્રેડ અને સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, રોજગાર વિભાગ નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુ યુવાનો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યો છે અને યુવાનોને ઉપલબ્ધ રોજગારીની તકોનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ યુવાનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, ડૉક્ટર અને એન્જિનિયરિંગ ઉપરાંત અન્ય અનેક ક્ષેત્રોમાં પણ રોજગારીની વિશાળ તકો ઉપલબ્ધ છે. સતત નવીન અને ક્રિએટિવ અભિગમ સાથે કૌશલ્યવર્ધન કરવાથી સફળતાના નવા માર્ગો ખુલી શકે છે. ભરતીમેળા દરમિયાન મંત્રીશ્રીએ વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી નોકરીદાતાઓ તેમજ યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને ઔદ્યોગિક એકમોને જરૂરી માનવબળ તથા યુવાનોને રોજગારી મળી રહે તે માટે અધિકારીઓને જરૂરી સંકલન અને માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરીઓના સંયુક્ત ઉપક્રમે આ ભરતીમેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન ઓડેદરા, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સહિતના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને રોજગાર વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App