🔥 TRENDING Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle... India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

હિંમતનગરમાં ૨૦૦ બાઇક રાઇડર્સ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ રેલીનું આયોજન

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 25 Sep 2026, 02:15 PM 👁 131
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ખાતે ‘સેવા સંકલ્પ’ અને ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ આશરે ૨૦૦ બાઇક રાઇડર્સ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હેલ્મેટ પહેરીને ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશ આપવામાં આવ્યો.

સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગર ખાતે માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત યોજાયેલી આ રેલીમાં પોલીસ વિભાગ સહિત વિવિધ તંત્રના આશરે ૨૦૦ જેટલા બાઇક રાઇડર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી આ બાઇક રેલીનો પ્રારંભ થયો હતો. સાંસદ શોભનાબેન બારૈયા, કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી (DDO) એચ.પી. પટેલ અને જિલ્લા પોલીસ વડા (SP) ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

રેલીમાં જોડાયેલા તમામ રાઇડર્સે ફરજિયાત હેલ્મેટ પહેરીને રોડ સેફ્ટીના નિયમોનું પાલન કર્યું હતું. બાઇક પર ટ્રાફિક જાગૃતિ અંગેના સંદેશા લખેલા પ્લેકાર્ડ્સ લગાવીને વાહનચાલકોને હેલ્મેટ પહેરવા તથા ટ્રાફિકના નિયમોનું અક્ષરશઃ પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. રેલી પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈને શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી.

આ રેલીમાં પોલીસ જવાનો ઉપરાંત TRB, GRD, હોમગાર્ડ, RTO અધિકારીઓ અને કર્મચારીઓ, નગરપાલિકા સ્ટાફ તેમજ શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીનો મુખ્ય આશય સામાન્ય નાગરિકોમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક શિસ્ત પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવાનો રહ્યો હતો.
📲Get App