🔥 TRENDING Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકને ‘બેસ્ટ કો-ઓપરેટિવ બેંક એવોર્ડ’થી સન્માનિત

✍️ Reporter: Dhaval Maheta 🗓 25 Sep 2026, 12:18 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત અને તાપી જિલ્લાની ગ્રામીણ અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપનાર ‘ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ.’ને સહકારી ખાંડ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય કક્ષાનો ‘બેસ્ટ કો-ઓપરેટિવ બેંક એવોર્ડ’ એનાયત કરાયો છે.

સુરત અને તાપી જિલ્લાની ગ્રામીણ અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્રની કામધેનુ સમાન ‘ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ.’ને સહકારી ખાંડ ઉદ્યોગના ઉત્થાનમાં આપેલા ઐતિહાસિક યોગદાન બદલ રાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત ‘બેસ્ટ કો-ઓપરેટિવ બેંક એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી છે.

આ પ્રતિષ્ઠિત પુરસ્કાર નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિ. દ્વારા 22 સપ્ટેમ્બરના રોજ આયોજિત ‘સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન અને પુરસ્કાર સમારોહ'માં દેશના કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે એનાયત કરાયો હતો. બેંકના ચેરમેન બળવંત પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર મહાવીરસિંહ ચૌહાણે સંચાલક મંડળના ડિરેક્ટરો સાથે ટ્રોફી તથા પ્રશસ્તિપત્ર સ્વીકાર્યા હતા.

બેંકના ચેરમેન બળવંત પટેલે જણાવ્યું કે, સ્થાપનાના 118મા વર્ષમાં પ્રવેશતી બેંકને બેંકિંગ ક્ષેત્ર સિવાયની કોઈ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા પ્રથમ વખત આવું સર્વોચ્ચ સન્માન સાંપડ્યું છે. તેમણે ઉમેર્યું કે આ સન્માન બેંકના સર્વસમાવેશક નાણાકીય સંવર્ધનના પ્રયાસોનું પરિણામ છે.
📲Get App