🔥 TRENDING Organiser Pays Tribute to Lata Mangesh... KPSC withdraws candidate’s application... India launches its first natural‑gas p... Tamil Nadu reverses law‑and‑order RTI... Rajya Sabha MP Kapil Sibal Calls for G... Amar Ujala Launches Live Bihar News Po...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ૭૬માં જન્મદિવસે જામનગરના નમોત્સવનો એ ભાવુક પ્રસંગ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 25 Sep 2026, 08:50 AM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬ માં જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઉત્સવનો માહોલ છે. ત્યારે આજથી બરાબર ચાર વર્ષ પહેલાં, તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ જામનગર ખાતે યોજાયેલા ભવ્ય 'નમોત્સવ' કાર્યક્રમમાં ડૉ. શરદ ઠાકર સાહેબે પ્રધાનમંત્રીશ્રીના જીવનનો એક એવો અભૂતપૂર્વ પ્રસંગ રજૂ કર્યો હતો કે, જે સાંભળીને ઉપસ્થિત હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ પ્રસંગનું વર્ણન કરતા કરતા સ્વયં ડૉ. શરદ ઠાકર પણ મંચ પર રડી પડ્યા હતા.

પ્રસંગ હતો - રાષ્ટ્રભાવના શું છે અને તેનો જન્મ ક્યાંથી થાય છે?
તેમણે કહ્યું કે, સંઘના એક પ્રચારક તરીકે નરેન્દ્રભાઈ મોદીનું જીવન એ જ રાષ્ટ્રભાવનાનું જીવંત ઉદાહરણ છે.

એક સમયે એક યુવાન પ્રચારક તરીકે તેઓ એક નાના એવા રૂમમાં રહેતા હતા. તેમની પાસે બે જોડી કપડાં, એક થેલો અને વિચારોમાં માત્ર અને માત્ર ભારત માતા. એકવાર તેમના ઘરેથી સમાચાર આવ્યા કે પરિવારમાં તકલીફ છે, પરત આવો. ત્યારે આ યુવાન પ્રચારકે જવાબ આપ્યો હતો કે, "મારો પરિવાર તો આખો દેશ છે. જે દિવસે દેશ સુખી થશે, તે દિવસે મારો પરિવાર સુખી થશે."

આ એક જ વાક્યમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સમાયેલી છે.
📲Get App