🔥 TRENDING Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle... India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોરવાડા નજીક અકસ્માત બાદ રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 25 Sep 2026, 12:50 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોરવાડા ગામ પાસે પેસેન્જર ઓટો રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં દારૂનો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. પોલીસે દારૂ અને વાહનો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડીયા તાલુકાના મોરવાડા ગામ નજીક એક પેસેન્જર ઓટો રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં છુપાવીને લઈ જવાઈ રહેલો દેશી દારૂનો મોટો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ વડીયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ પરથી ઓટો રિક્ષા, મોટરસાયકલ અને દારૂનો જથ્થો કબજે લીધો હતો. પોલીસે રિક્ષા ચાલકની પૂછપરછ હાથ ધરી છે અને આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.

આ બનાવ અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટ અને અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
નોંધ : ફોટો AI નાં માધ્યમ થી બનાવેલો છે જે ધ્યાન મા લેવું
📲Get App