🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પીજીવીસીએલ દ્વારા વીજ બીલ બાકી હોય તેવા જોડાણો ૨૯મી સપ્ટેમ્બરે કપાશે

✍️ Reporter: Sikandar 🗓 25 Sep 2026, 08:50 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ બીલ ભરવાના બાકી હોય તેવા ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે. આગામી ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા આવા વીજ જોડાણો કાપી નાખવામાં આવશે.

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા તેના ગ્રાહકોને વીજળી સેવા અવિરત ચાલુ રાખવા માટે વીજ બીલ સમયસર ભરવા અપીલ કરવામાં આવી છે. જે ગ્રાહકોના વીજ બીલ ભરવાના બાકી છે, તેમને તાત્કાલિક ધોરણે ઓનલાઈન અથવા સંબંધિત કચેરી ખાતે બીલ ભરી દેવા જણાવાયું છે.

પીજીવીસીએલ દ્વારા આગામી ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ વીજ બીલ બાકી હોય તેવા તમામ વીજ જોડાણોને ડિસ્કનેક્ટ કરવાની ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી અંતર્ગત મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણો કાપવામાં આવશે.

આ ડ્રાઈવ દરમિયાન, સ્થળ પર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. વીજ જોડાણ કપાઈ ગયા બાદ, ગ્રાહકોએ પુરેપુરા બાકી બીલની રકમ સાથે રી-કનેકશન ચાર્જ પણ ભરવો પડશે. તેથી, ગ્રાહકોને સમયસર બીલ ભરીને વીજળી સેવા ચાલુ રાખવા વિનંતી છે.
📲Get App