🔥 TRENDING Union Minister Bhagirath Choudhary Ope... Navy Chief Urges Skyroot to Build Defe... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... Murli Manohar Joshi Criticises Loud Mu... Bill Gates Foundation Commits $1bn for... Health Authorities Make Acidity Medici...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ન્યુ વિરમગામ હાર્દિકભાઈ પટેલ દ્વારા ગણેશ મહોત્સવ પંડાલમા આજે રાત્રે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

✍️ Reporter: Gilani Asikali 🗓 24 Sep 2026, 03:06 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામમા આજે રાત્રે આઠ કલાકે ન્યુ વિરમગામ હાર્દિકભાઈ પટેલ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ પંડાલ ખાતે સમિતિના તમામ સભ્યો તથા સ્વયંસેવકો દ્વારા ગણપતિ દાદાની સ્મૃતિમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.આરતી બાદ સુપ્રસિદ્ધ લોકગાયક વિવેકભાઈ સાધુના કંઠે સંતવાણીના 3થી 4 ભજનો રજૂ કરવામાં આવશે, જેનો ઉપસ્થિત શ્રદ્ધાળુઓ આનંદ માણી શકશે.
ત્યારબાદ 18 વર્ષથી ઉપરની મહિલાઓ માટે રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો, સ્વયંસેવકો તથા મહિલાઓ ઉપસ્થિત રહે તેવી અપીલ કરવામાં આવી છે.
સ્થળ ન્યુ વિરમગામ ગણેશ મહોત્સવ પંડાલ
સમય આજે રાત્રે આઠ કલાકે
રિપોર્ટર.આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App