🔥 TRENDING રાજકોટ: મોરબી રોડ હડાળા ગામના પાટિયા પ... Four Assam Labourers Die in Meghalaya... Rape Case Surge Brings Women's Safety... Ayushmann Khurrana to Portray Pakistan... Madonna and Taylor Swift Dominate MTV... TVK Minister Criticises Udhayanidhi St...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા પ્રોહીબીશનના ગુનામાં છ મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 08:52 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન, તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો એક આરોપી હિંમતનગરથી ઝડપાયો છે..

સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.આ સુચનાના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.વાળા એસ.ઓ.જી., સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.યુ.ચૌધરી અને પી.એમ.ઝાલાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અર્થે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો.

પેટ્રોલીંગ દરમિયાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અનિરૂધ્ધસિંહ શુભેન્દ્રસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિપકસિંહ ભિખુસિંહને તેમના ખાનગી બાતમીદાર પાસેથી એવી હકિક્ત મળી કે તલોદ પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર.નં-૧૧૨૦૯૦૪૯૨૬૦૫૪૯/૨૦૨૬ હેઠળ પ્રોહીબીશન એક્ટની કલમ-૬૫(એ),(ઇ),૧૧૬ બી,૯૮(૨) અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૩૬(૨), ૩૪૦ (૨), ૩૪૧ (૨) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી હિંમતનગર ન્યાય મંદિર પીક અપ સ્ટેન્ડ આગળ રોડ ઉપર હાજર છે..

આ બાતમીના આધારે, એસ.ઓ.જી. સ્ટાફે તુરંત કાર્યવાહી કરી નાસતા ફરતા આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કર્યો હતો. અટક કરાયેલા આરોપીનું નામ વિષ્ણુ માંગીલાલ ડાંગી, ઉંમર ૨૭ વર્ષ, રહેવાસી ડંગારીયોની તલાઇ, ઓડવારીયા, તા.માવલી, જી.ઉદેપુર, રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું છે.આ આરોપીને આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.વાળા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અનિરૂધ્ધસિંહ,હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર અને દિપકસિંહનો સમાવેશ થાય છે.
📲Get App