🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ગોવિંદપુરાથી ઉંઝા સુધી ૧૨મી ઉમા પગપાળા યાત્રાનો શુભારંભ

✍️ Reporter: Thakor Nayansinh Amarsinh 🗓 24 Sep 2026, 09:14 AM 👁 212
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગોવિંદપુરા ખાતેથી ૧૨મી વાર્ષિક શ્રી ઉમા પગપાળા યાત્રાનો પ્રારંભ થયો છે, જેમાં ૧૦૦ થી ૧૫૦ માઈભક્તો જોડાયા છે.

ગોવિંદપુરા ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત શ્રી ઉમા પગપાળા યાત્રા સંઘ તેના ૧૨મા વર્ષમાં પ્રવેશ્યો છે. છેલ્લા ૧૧ વર્ષથી સતત યોજાતી આ યાત્રામાં દર વર્ષે આશરે ૧૦૦ થી ૧૫૦ માઈભક્તો જોડાઈને ભક્તિભાવ સાથે માં ઉમિયાના ધામ ઉંઝા તરફ પગપાળા યાત્રા કરે છે.

આ યાત્રા દરમિયાન ભક્તો દ્વારા ભજન-કીર્તન અને માતાજીના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. યાત્રાના આગલા દિવસે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે તેમજ નગર યાત્રા પણ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો અને ગ્રામજનો જોડાય છે.

શ્રી ઉમા પગપાળા યાત્રા સંઘની આ ધાર્મિક પરંપરા સતત ૧૨મા વર્ષમાં પણ ભક્તિ, સેવા અને એકતાનો સંદેશ આપી રહી છે. આયોજકોમાં અજય પટેલ, ઘનશ્યામ પટેલ, વિમલ પટેલ, સુમન પટેલ, યશ પટેલ અને પિંકેશ પટેલ, નિકુલ પટેલ સહિત અનેક સ્વયંસેવકો જોડાયેલા છે.
📲Get App