🔥 TRENDING Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે કારખાનાઓ સામે રહીશોનો રોષ, મેયરને રજૂઆત

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 09:42 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વરાછા વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓની નજીક ધમધમતા ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો અને કારખાનાઓ સામે સ્થાનિક રહીશોએ મેયર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી કાયમી ઉકેલની માંગ કરી છે.

સુરત શહેરના પૂર્વ (વરાછા) ઝોન-એ વિસ્તાર હેઠળ આવેલા સણિયા હેમાદ (ટી.પી.-52, ટી.પી.-35 તથા નોન ટી.પી. વિસ્તાર) માં રહેણાંક સોસાયટીઓની અડીને ધમધમી રહેલા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો અને એમ્બ્રોઈડરી-કોટન કારખાનાઓને પગલે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ગંભીર સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશોના પ્રતિનિધિમંડળે મેયર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરી કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી.

સ્થાનિક રહીશ મહેશભાઈ દેસાઈએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારમાં ચાલતી ગેરકાયદે કોટન તથા એમ્બ્રોઈડરી ઇન્ડસ્ટ્રીઝને કારણે ભારે વાહનોની અવરજવર વધતાં સતત ટ્રાફિકજામની વિકટ સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત, કારખાનાઓમાંથી નીકળતા કચરા અને વેસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેનાથી નાગરિકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, આ મામલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સમક્ષ અત્યાર સુધીમાં 9 જેટલી વખત લેખિત રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. જ્યારે પણ મુખ્યમંત્રી કક્ષાએથી તંત્રને સૂચના કે ફોન જાય છે, ત્યારે પાલિકાનું તંત્ર માત્ર દેખાડો કરવા ખાતર થોડા સમય માટે કામગીરી બંધ કરાવે છે અથવા આંશિક ડિમોલિશન કરે છે. પરંતુ અધિકારીઓ ગયા પછી ફરી પાછું આ ગેરકાયદે બાંધકામ અને ધમધમાટ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવે છે.
📲Get App