🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: તરસાડીમાં યુવક કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યાની આશંકા, સામાન નહેર પાસેથી મળ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 08:26 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના તરસાડી વિસ્તારમાં એક યુવક નોકરી પર જવા નીકળ્યો હતો, પરંતુ તેનો સામાન નહેર પાસેથી મળતા તેણે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યાની આશંકા સેવાઈ રહી છે.

સુરત જિલ્લાના તરસાડી વિસ્તારમાં એક યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની આશંકા છે. સવારે નોકરી પર જવાનું કહીને ઘરથી નીકળેલા યુવકનો સામાન નહેર પાસેથી મળી આવતા પરિવારમાં ચિંતાનો માહોલ છે.

તરસાડી ખાતે રહેતા દેવેન્દ્રસિંહ ખેર નામના યુવક અંગે આ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે સવારે દેવેન્દ્રસિંહ બિરલા કંપનીમાં નોકરી પર જવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા.

જોકે, થોડા સમય પછી હથુરણ નહેર પાસેથી યુવકની લાવારિસ હાલતમાં બાઇક, પાકીટ, હેલ્મેટ તેમજ તેમના બુટ અને મોજા મળી આવ્યા હતા. આ તમામ સામાન નહેર કિનારેથી મળતા તેમણે કેનાલમાં પડતું મૂક્યુ હોવાની પ્રબળ આશંકા છે.
📲Get App