🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા પોલીસ હેડક્વાર્ટર: નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ વગરની ગાડીઓ પર દંડ અને કાર્યવાહી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 11:25 AM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે નંબર પ્લેટ વિનાની અને બ્લેક ફિલ્મ લગાવેલી પોલીસની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. આવી ગાડીઓ પર દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ..

મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસની નંબર પ્લેટ વિનાની ગાડીઓને તાત્કાલિક અસરથી નંબર પ્લેટ લગાવવામાં આવી. આ કાર્યવાહી ટ્રાફિક નિયમોના પાલન અને પોલીસ વિભાગની છબી સુધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી..

આ ઉપરાંત, બ્લેક ફિલ્મ પટ્ટી લગાવેલી પોલીસની ગાડીઓમાંથી પણ બ્લેક ફિલ્મ હટાવવામાં આવી.જે ગાડીઓ પર 'પોલીસ' લખેલી નેમ પ્લેટ લગાવેલી હતી,તેમાંથી પણ નેમ પ્લેટ દૂર કરવામાં આવી.આ પગલાંનો હેતુ તમામ વાહનોને નિયમોનુસાર લાવવાનો હતો.આ સમગ્ર કાર્યવાહી દરમિયાન, નિયમોનું ઉલ્લંઘન કરતી તમામ ગાડીઓ પર દંડ ફટકારવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં નિયમોના પાલન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
📲Get App