🔥 ट्रेंडिंग સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... एलपीयू छात्रों ने 15 घंटे एनएच-44 जाम... हाइडरपोरा में टाटा शोरूम में आग लगने स... हाईवे पर खड़ी BMW में आग, उपभोक्ता अदा... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... सोरी की ‘मेंडाड़ी’ ने तीसरे रविवार को...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

કડોલપાડા ગામમાં ગણેશોત્સવની અનોખી ઉજવણી: વારલી પેઇન્ટિંગથી સજાયો પંડાલ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 24 सित. 2026, 10:15 AM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાંસદા તાલુકાના કડોલપાડા ગામમાં જય ભવાની મંડળ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ગણેશજીના પંડાલને પરંપરાગત વારલી પેઇન્ટિંગથી શણગારી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાઈ છે.

ગણેશોત્સવ નિમિત્તે વાંસદા તાલુકાના કડોલપાડા ગામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. જય ભવાની મંડળ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે ગણેશજીની સ્થાપના સાથે પંડાલની અનોખી સજાવટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મંડળના યુવાનોએ પંડાલને પરંપરાગત વારલી પેઇન્ટિંગથી શણગારી આદિવાસી સંસ્કૃતિની જીવંત ઝાંખી રજૂ કરી છે.

પંડાલમાં કરાયેલી વારલી કળામાં આદિવાસી સમાજની જીવનશૈલી, લોકપરંપરા, નૃત્ય, ઉત્સવો અને પ્રકૃતિ સાથેના સંબંધને કલાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે. ગણપતિજીના દર્શન માટે આવતા ભક્તો ભગવાનના દર્શન કર્યા બાદ વારલી પેઇન્ટિંગ પણ રસપૂર્વક નિહાળી રહ્યા છે. જય ભવાની મંડળના યુવાનો દ્વારા ધાર્મિક પર્વ સાથે સ્થાનિક આદિવાસી કળા અને પરંપરાને જોડવાનો પ્રશંસનીય પ્રયાસ કરાયો છે.

નવી પેઢી સુધી વારલી કળા અને આદિવાસી સંસ્કૃતિનો વારસો પહોંચે તેવા ઉમદા હેતુથી પંડાલની સજાવટમાં તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ અનોખી સજાવટના કારણે કંડોલપાડા ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ગણપતિજીના દર્શન માટે ઉમટી રહ્યા છે. સાંજના સમયે પંડાલમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
📲Get App