🔥 TRENDING Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating... Pakistan reaches Asian Games cricket s...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત ક્રાઇમ બ્રાન્ચે જાવેદ શા હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ઈમરાન માનસીકને ઝડપી પાડ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 04:26 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગત જુલાઈ માસમાં થયેલી જાવેદ શાની હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ઈમરાનખાન ઉર્ફે માનસીક તાજમોહમદ ખાનને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગત જુલાઈ માસમાં થયેલી જાવેદ શાની ચકચારી હત્યાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. આ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ 34 વર્ષીય ઈમરાનખાન ઉર્ફે માનસીક તાજમોહમદ ખાનને પોલીસે ઝડપી પાડ્યો છે. 11 જુલાઈ, 2026 ની રાત્રે જાવેદ શાના ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયારો વડે તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં અગાઉ 2 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જ્યારે 1 આરોપી વિક્કી ઉર્ફે લક્કી તાયડેનું જાવેદ શાના વળતા હુમલામાં મોત નીપજ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ અદાવત અને બદલાની ભાવના મુખ્ય કારણ હતું. મરણજનાર જાવેદ શાના ભાઈ આબીદ સલીમ શાની 2024 માં હત્યા થઈ હતી, જેમાં મુખ્ય આરોપી ઈમરાન માનસીક લાજપોર જેલમાં બંધ છે. ઈમરાન આ મર્ડર કેસમાં સમાધાન માટે સતત દબાણ કરતો હતો, પરંતુ પરિવારનો મુખ્ય સભ્ય જાવેદ શા કોઈ કાળે સમાધાન માટે તૈયાર ન હતો. આથી, સમાધાનના માર્ગનો કાંટો દૂર કરવા ઈમરાને જાવેદને પતાવી દેવાનો કારસો ઘડ્યો હતો.

જેલમાંથી જ ઈમરાન માનસીકે લાજપોર જેલમાં બેઠા-બેઠા જ આ સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો. તેણે પોતાના બદઈરાદાને પાર પાડવા જાવેદ શાના દુશ્મનોની શોધ શરૂ કરી. તેને જાણવા મળ્યું કે વિક્કી તાયડેને પણ જાવેદ સાથે અદાવત છે. ઈમરાને પોતાના સાગરીત મારફતે વિક્કીનો નંબર મેળવ્યો અને જેલમાંથી છૂપી રીતે મોબાઈલ ફોન દ્વારા તેનો સંપર્ક કર્યો. તેણે વિક્કીને ઉશ્કેરીને જાવેદની હત્યા માટે તૈયાર કર્યો હતો.
📲Get App