🔥 ट्रेंडिंग वाराणसी में यूजीसी के विरोध में छात्रो... उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... एलपीयू के छात्र प्रशासन के ‘रैप रूमर’... उपयोगकर्ता ने ट्रिब्यून इंडिया पर 'dee... ट्रिब्यून इंडिया पर "जिजिथॉमसन" खोज –... डॉ. शाइनी देवासी का ट्रिब्यून इंडिया म...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતમાં સોના-ચાંદીના ઘરેણાંના નામે છેતરપિંડી: જ્વેલર્સ સામે પોલીસ ફરિયાદ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 24 सित. 2026, 04:28 PM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વરાછા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે ઘરેણાંની લાલચ આપી ગ્રાહકો સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. 9 કેરેટ ગોલ્ડના નામે ચાંદી અને સ્ટર્લિંગ સિલ્વરના નામે ઓછી શુદ્ધતાની ધાતુ પધરાવી દેવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સુરતમાં સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે સોના-ચાંદીના ઘરેણાં આપવાની લાલચ આપી ગ્રાહકો સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં 9 કેરેટ ગોલ્ડની વીંટીના બદલે ચાંદીની વીંટી અને 92.5% સ્ટર્લિંગ સિલ્વરના નામે ઓછી શુદ્ધતા ધરાવતો કંદોરો પધરાવી દેવા અંગે એક ગ્રાહકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સુરત જેમ્સ એન્ડ જ્વેલર્સના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, યોગીચોક વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોઈડરી ડિઝાઈનર તરીકે કામ કરતા 19 વર્ષીય જસ્મીન ભદ્રેશભાઈ કથીરીયાએ સોશિયલ મીડિયા પર કાપોદ્રા ચાર રસ્તા પાસે લાભધર્મ કોમ્પ્લેક્સમાં આવેલી સુરત જેમ્સ એન્ડ જ્વેલર્સની ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ હતી. રીલ્સથી આકર્ષાઈને તેઓ 22 જુલાઈના રોજ શોરૂમમાં ગયા હતા. જ્યાં સેલ્સમેને તેમને 9 કેરેટ વ્હાઇટ ગોલ્ડની વીંટી બતાવી હતી. જસ્મીને રૂ. 3,296 ચૂકવીને 3.69 ગ્રામ વજનની વીંટી ખરીદી હતી.

ત્યારબાદ, 31 જુલાઈના રોજ, જસ્મીને આ જ શોરૂમમાંથી રૂ. 92,700 ચૂકવીને 365.800 ગ્રામ વજનનો 92.5% સ્ટર્લિંગ સિલ્વરનો કંદોરો ખરીદ્યો હતો. જોકે, બાદમાં તેમને ઘરેણાંની શુદ્ધતા અંગે શંકા જતાં તપાસ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
📲Get App