🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

દાંતીવાડા સિંચાઈ વિભાગના અધિકારીઓ રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

✍️ Reporter: Sudip Gadhiya 🗓 24 Sep 2026, 07:32 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સિંચાઈ વિભાગમાં કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કાઢી આપવાના બદલામાં રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા મદદનીશ અધિક્ષક અને એક અન્ય કર્મચારી એસીબી (ACB) ના હાથે ઝડપાઈ ગયા છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક) નિમેષભાઈ જશુભાઈ પટેલ અને ચમનભાઈ નાનજીભાઈ મિસ્ત્રી રૂ. ૫૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આ કાર્યવાહી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ મેળવવા માટે અરજી કરી હતી. આ લાયસન્સ કાઢી આપવાના બદલામાં આરોપીઓએ લાંચની માંગણી કરી હતી.

ફરિયાદીએ આ અંગે એસીબીનો સંપર્ક કરતા, લાંચના પૈસા આપતી વખતે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે.
📲Get App