🔥 TRENDING Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in... Sophie Cunningham’s Cheeky Cheeta Look...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ઈડર નજીક સપ્તેશ્વર પાસે ઝાડ પર લટકતી લાશ મળતાં ચકચાર

✍️ Reporter: Kirankumar dahyabhai thakarda 🗓 24 Sep 2026, 10:30 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડરના સપ્તેશ્વર નજીક એક ઝાડ પર અજાણી વ્યક્તિની લટકતી હાલતમાં લાશ મળી આવતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ઈડર તાલુકાના સપ્તેશ્વર ગામ નજીક એક ઝાડ પર અજાણી વ્યક્તિની લાશ લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સપ્તેશ્વર ગામની નજીક આવેલા એક ઝાડ પર કોઈ અજાણી વ્યક્તિની લાશ લટકતી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને સ્થાનિકોમાં ભય અને આશ્ચર્ય ફેલાયું હતું. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને ઝાડ પરથી ઉતારીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App