🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

મલેકપુર ચોકડી બની ગંદકીનું હબ: કેનાલ કિનારે કચરાના ઢગલા, દુર્ગંધથી લોકો ત્રાહિમામ!

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 23 Sep 2026, 08:25 AM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર: મલેકપુરમાં સફાઈ વ્યવસ્થા ખાડે, સ્થાનિકોમાં રોષ

મલેકપુર, મહીસાગર ખાતે સ્વચ્છતાના દાવાઓ વચ્ચે ગંદકીની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

મલેકપુર ચોકડીની બિલકુલ નજીક કેનાલની સાઇડ પર છેલ્લા ઘણા દિવસોથી કચરાના મોટા ઢગલા થઈ ગયા છે. ચોમાસાની ઋતુમાં આ કચરો સડી જતાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે.

આ દુર્ગંધ માત્ર કેનાલ પૂરતી સીમિત નથી રહી, પરંતુ મુખ્ય મલેકપુર ચોકડી સુધી ફેલાઈ છે. જેના કારણે અહીંથી પસાર થતા સ્કૂલના બાળકો, રાહદારીઓ અને દુકાનદારોને ભારે હાલાકી પડી રહી છે. અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

ગંદકીને કારણે મચ્છર-માખીનો ઉપદ્રવ વધ્યો છે અને ચોમાસામાં રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે.

સફાઈની જવાબદારી ધરાવતી ગ્રામ પંચાયત દ્વારા સમયસર સફાઈ કરવામાં આવતી નથી અને કચરો નાખનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોની માંગ:

. તાત્કાલિક ધોરણે JCB દ્વારા કેનાલ કિનારાનો તમામ કચરો દૂર કરવામાં આવે. . સ્થળ પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. . ભવિષ્યમાં અહીં કોઈ કચરો ન નાખે તે માટે સૂચના બોર્ડ લગાવવામાં આવે અને દંડની જોગવાઈ કરવામાં આવે.
આ બાબતે તંત્ર તાત્કાલિક જાગે અને યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ છે.
📲Get App