🔥 ट्रेंडिंग बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ભિલોડા નજીક બુઢેલી નદીના ચેકડેમ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 सित. 2026, 08:28 AM 👁 36
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભિલોડામાં બુઢેલી નદીના ચેકડેમ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મૃતકના મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

ભિલોડામાં બુઢેલી નદીના ચેકડેમ પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના શરીર પર પીળા રંગનું શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલું હતું.

પોલીસ દ્વારા મૃતકની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
📲Get App