🔥 TRENDING Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating... Pakistan reaches Asian Games cricket s...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પોશીના પોલીસે ૨.૫ કિલો ગાંજા સાથે એક ઝડપ્યો, ૧.૬૧ લાખનો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Sep 2026, 08:28 AM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત પોશીના પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાન સરહદ પાસેથી ૨.૫ કિલો ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે, જેની કિંમત રૂ. ૧,૬૧,૯૫૦ આંકવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં યુવાધનને નશાની લતમાંથી બચાવવા અને ડ્રગ્સ મુક્ત જિલ્લાના સંકલ્પ સાથે ચલાવવામાં આવી રહેલા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત પોશીના પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન સરહદ તરફથી મોટરસાયકલ પર સ્કૂલબેગમાં માદક પદાર્થ ગાંજો લઈને આવતા એક ઈસમને પોલીસે રૂ. ૧,૬૧,૯૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ અને ખેડબ્રહ્મા ડીવાયએસપીશ્રી ડૉ. કુલદિપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસ ઈન્સપેક્ટર ડી.એન. સાધુ અને તેમની ટીમ સતત પેટ્રોલીંગમાં હતી.

દરમિયાન, સર્વેલન્સ પી.એસ.આઈ. વી.બી. મેઘનાથી અને સ્ટાફના લોક રક્ષક દીપકકુમાર પુંજાભાઈને ચોક્કસ બાતમી મળતાં તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે ૨.૫ કિલો ગાંજો અને મોટરસાયકલ મળી કુલ રૂ. ૧,૬૧,૯૫૦ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
📲Get App