🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Jobs & Career

નખત્રાણા નગરપાલિકા માં ચીફ ઓફિસર ની નિમણુંક કરવામાં આવી.

✍️ Reporter: B. K. MAHESHWARI 🗓 23 Sep 2026, 10:10 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નખત્રાણા નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગના અધિકારી પાર્થભાઈ જોશી (પી.ડી. જોશી)ને આ પદ પર નિમણુંક આપવામાં આવી છે.
પ્રાદેશિક કમિશનર દ્વારા મળેલી દરખાસ્તના આધારે આ નિમણુંકની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાર્થભાઈ જોશીને નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
નોંધનીય છે કે પી.ડી. જોશી અગાઉ પણ નખત્રાણા તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના અનુભવ અને સ્થાનિક વહીવટી કાર્યોની જાણકારીને ધ્યાનમાં રાખીને તેમની આ નિમણુંક કરવામાં આવી છે.
આ નિમણુંકથી નખત્રાણા નગરપાલિકાના વહીવટી કાર્યોમાં વધુ સુગમતા અને કાર્યક્ષમતા આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
📲Get App