🔥 TRENDING "મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ" India Records Fewer Road Crashes but R... Opposition protests detention of CJP a... Mid-Day Affirms India Remains a Solid... Ex-Army man and wife found dead with t... India Prepares to Resume Methanol Expo...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ડીંડોલીના રત્નકલાકારના અંગદાનથી ૪ વ્યક્તિઓને મળ્યું નવજીવન

✍️ Reporter: Hariom Borse 🗓 23 Sep 2026, 03:46 PM 👁 34
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણેશ ઉત્સવ દરમિયાન બ્રેઇન ડેડ જાહેર થયેલા ડીંડોલીના રત્નકલાકારના પરિવારે અંગદાનનો ઉત્તમ નિર્ણય લઈને ૪ જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું.

ડીંડોલી ખાતે રહેતા ૫૨ વર્ષીય રત્નકલાકાર સ્વ. સંતોષ એકનાથ મહાલે (મૂળ નેર, ધુલીયા, મહારાષ્ટ્ર) ગણેશ ઉત્સવના પવિત્ર દિવસોમાં પોતાના ઘરે દાદર પરથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.

આ દુઃખદ અને કપરા સમયમાં પણ સ્વ. સંતોષ મહાલેના પરિવારે હિંમત અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે સ્વ. સંતોષભાઈના અંગદાન કરવાનો મહાન નિર્ણય લીધો, જેનાથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને આશાનું કિરણ મળ્યું.

સ્વ. સંતોષભાઈની ૨ કિડની અને ૨ ચક્ષુના દાનથી ૪ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. તેમના અંગદાનથી આ ૪ વ્યક્તિઓના જીવનના વિઘ્નો દૂર થયા છે અને તેઓ ફરીથી સ્વસ્થ જીવન જીવી શકશે. આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે.

આ અંગે એક પ્રતિક્રિયામાં જણાવવામાં આવ્યું કે, "બાપ્પા વિઘ્નહર્તા છે, અને મહાલે પરિવારે અંગદાન કરીને સાચા અર્થમાં મહાન માનવતા મહેકાવી છે." આવા પરિવારોને નમન છે અને સ્વ. સંતોષભાઈની અમર આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
📲Get App