🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાબરકાંઠા જિલ્લાના-: ખેડબ્રહ્મા અંબાજી મંદિરે ભાદરવી પૂનમના મેળામાં ૬.૭૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 03:04 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના-: ખેડબ્રહ્માના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે ૬ લાખ ૭૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા,આ દરમિયાન ૫૨ ગજની ૨૧ ધજાઓ સહિત કુલ ૫૫૫૦ ધજાઓ મંદિરના શિખરે ચડાવવામાં આવી હતી..

સાબરકાંઠા જિલ્લાના-:
ખેડબ્રહ્મા ખાતે આવેલા પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર આ મેળામાં કુલ ૬ લાખ ૭૦ હજારથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા.આ પવિત્ર અવસરે,૪૮૫ જેટલા અલગ અલગ પદયાત્રી સંઘો ખેડબ્રહ્મા મંદિરે પહોંચ્યા હતા.મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થા અને ભક્તિ પ્રગટ થઈ હતી.કુલ ૫૫૫૦ જેટલી ધજાઓ અંબિકા મંદિરના શિખરે ચડાવવામાં આવી હતી..

આ ઉપરાંત ૨૧ જેટલી ૫૨ ગજની ધજાઓ પણ શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવી હતી.જે આ મેળાની વિશેષતા દર્શાવે છે.શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.જેમાં ૭૯૫૦ કિલોગ્રામ અમૂલ ઘીમાંથી બનેલા મોહનથાળનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો.ભાદરવી પૂનમ સુધી ભક્તોની ભીડ સતત ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
📲Get App