🔥 ट्रेंडिंग TRAI ने नई दिल्ली में DND और MySpeed ऐ... दिल्ली में सर्दी का प्रारम्भ: सितंबर म... दिल्ली में त्योहारों के दौरान शराब की... Kiccha Sudeep marks 30 years in cinema... हरियाणा ने किसानों के लिए राहत योजना श... सीनी मुख्यमंत्री ने पदक विजेताओं को सम...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમરાપુર ગામની પરિણીતાને પતિ અને સાસરીયા દ્વારા શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 23 सित. 2026, 12:12 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડિયાના અમરાપુર ગામે રહેતી ૨૫ વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સસરા, સાસુ અને માસીજી સામે શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ વડિયા પોલીસ મથકે નોંધાવી છે. પતિ હાલ આફ્રિકામાં રહે છે.

વડિયા તાલુકાના અમરાપુર ગામમાં રહેતી ૨૫ વર્ષીય ક્રિષ્નાબેન રમેશભાઈ ગેવરીયાએ પોતાના પતિ ખુશાલભાઈ બાલુભાઈ ભંડેરી (હાલ લીરા, આફ્રિકા), સસરા બાબુભાઈ મોહનભાઈ ભંડેરી (નેસડી, સાવરકુંડલા), સાસુ કાંતાબેન બાલુભાઈ ભંડેરી (નેસડી, સાવરકુંડલા) અને માસીજી રસીલાબેન ભનુભાઈ ચૌવરીયા (જીરા, સાવરકુંડલા) વિરુદ્ધ વડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના લગ્ન બાદ તેઓ પોતાના પતિ સાથે આફ્રિકા ખાતે રહેવા ગયા હતા.

ફરિયાદ મુજબ, જ્યારે તેઓ આફ્રિકામાં પતિ સાથે રહેતા હતા, ત્યારે પતિએ તેમને "મારે તને નથી જોઈતી" તેમ કહીને માર માર્યો હતો. આ ઉપરાંત, સસરા અને સાસુએ તેમને જમવા અને ઘરકામ બાબતે મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. જ્યારે માસીજીએ પરિણીતાના ચારિત્ર્ય પર આક્ષેપ કરીને ગાળો આપી હતી.

આ સમગ્ર બનાવ અંગે વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી પી ધાંખલા વધુ તપાસ કરી રહ્યા છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર જગાવી છે.
📲Get App