अपराध
સાવરકુંડલાના વિજપડી ગામે મેલડી માતાજીના મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો
સાવરકુંડલાના વિજપડી ગામે મેલડી માતાજીના મંદિરમાં થયેલી ચોરીના ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીને કાયદેસર કાર્યવાહી બાદ જેલ હવાલે કરાયો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે આવેલા મેલડી માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના બની હતી. ચોર ઈસમે મંદિરના તાળા તોડી ચાંદીના છતર સહિતની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યો હતો.
સવારે મંદિરના પૂજારી દ્વારા તાળા તૂટેલા જોતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે ચોક્કસ બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં જ પોલીસે ચોરી કરનાર આરોપીને દબોચી લીધો હતો અને તેની પાસેથી ચોરી થયેલો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો.
આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતા સ્થાનિક લોકોમાં પણ પોલીસ કામગીરીની સરાહના થઈ રહી છે.