🔥 TRENDING उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... LPU Students Protest Against Administr... User Searches for 'deescalatetensions'... TribuneIndia.com Users Search for "Jij... Dr Shiny Devassy featured in Tribune I... Truck rams police SUV in Rewari, drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા-: વડાલી શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રેખા પરમારના પતિના અવસાન બાદ શોકસભા યોજાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 03:10 PM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના-: વડાલી શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ રેખા પરમારના પતિ અલ્પેશના આકસ્મિક અવસાન બાદ તેમના નિવાસસ્થાને શોકસભા યોજાઈ હતી,જેમાં અનેક કોંગ્રેસ આગેવાનોએ હાજરી આપી..

સાબરકાંઠા જિલ્લાના-:
વડાલી શહેરમાં મહિલા કોંગ્રેસના પ્રમુખ રેખા પરમારના પતિ અલ્પેશના આકસ્મિક અને દુઃખદ અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.આ દુઃખદ ઘટનાએ સૌને ઊંડા આઘાતમાં મૂકી દીધા છે.આજ રોજ સદગત અલ્પેશભાઈના નિવાસસ્થાને બેસણું રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે વડાલી શહેર કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો,શહેર અને તાલુકા પ્રમુખો, વરિષ્ઠ આગેવાનો, તેમજ તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ શોકગ્રસ્ત પરિવારને રૂબરૂ મળીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને અલ્પેશના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી..

ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકરોએ સદગત અલ્પેશને ભાવપૂર્ણ હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
📲Get App