🔥 TRENDING મહુવા પ્રદેશ સહકારી ખાંડ મંડળીની ચૂંટણ... दिल्ली पुलिस ने जालसाजों के गिरोह का प... પંથોડા ગામની આંગણવાડીમાં બાળકોને પ્રોત... માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અ... युवती ने ATM से लूटे 42 लाख रुपये, पुल... बीकानेर: खिंयाणा धाम में 4 अक्टूबर को...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં પતિ પર પ્રેમિકા સાથે મળી પત્ની અને દીકરીને ઝેર આપી મારી નાખવાની ધમકીનો આરોપ

✍️ Reporter: Dhaval Maheta 🗓 23 Sep 2026, 08:16 AM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કઠોદરા ગઢપુર ટાઉનશીપમાં રહેતા શીક્ષા ટીવી ચેનલના સંચાલક પતિ વિરુદ્ધ પરિણીતાએ લગ્નેતર સંબંધ અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. પતિ, તેની પ્રેમિકા અને નણંદ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો.

સુરત શહેરમાં લગ્નેતર સંબંધો અને ઘરેલુ હિંસાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કઠોદરા ગઢપુર ટાઉનશીપમાં રહેતા અને જાણીતી 'શીક્ષા ટીવી' નામની ચેનલ ચલાવતા યુવક પર અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ મૂકી, તેનો વિરોધ કરતાં પરિણીતા અને તેની માસૂમ દીકરીને ઝેર આપી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ લસકાણા પોલીસ મથકે નોંધાઈ છે. આ સમગ્ર મામલે પરિણીતાની ફરિયાદના આધારે લસકાણા પોલીસે પતિ, તેની પ્રેમિકા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના ઝીઝાવદર ગામના વતની અને હાલ સુરતના સરથાણા યોગીચોક ખાતે પિતા સાથે રહેતી 35 વર્ષીય વિરલબેનના લગ્ન વર્ષ 2015માં જતીન મોરડીયા સાથે રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ વિરલબેન પતિ સાથે કઠોદરા સ્થિત ગઢપુર ટાઉનશીપમાં સાસરીમાં રહેવા આવ્યા હતા. પતિ જતીન શરૂઆતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો અને ત્યારબાદ તેણે 'શીક્ષા ટીવી' નામની ચેનલ શરૂ કરી હતી.

બંનેના સુખી દાંપત્યજીવનમાં વર્ષ 2020માં દીકરી શીક્ષાનો જન્મ થયો હતો. જોકે, બાદમાં પતિ જતીન મોરડીયાના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું પરિણીતાને જાણ થતાં તેણે તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધ કરતાં જ પતિ, તેની પ્રેમિકા અને નણંદ દ્વારા પરિણીતા અને તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
📲Get App