🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: અમરોલીમાં મહાનગરપાલિકાની ટીમ પર હુમલો, ઢોર છોડાવી લઈ ગયા

✍️ Reporter: Dhaval Maheta 🗓 23 Sep 2026, 04:54 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરોલી વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમ પર ત્રણ શખ્સોએ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પશુઓને છોડાવી લઈ જઈ કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સુરત મહાનગરપાલિકાના ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ પર ફરી એકવાર અસામાજિક તત્ત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અમરોલીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહેલા પાલિકાના સ્ટાફની ગાડી રોકીને ત્રણ શખ્સોએ હંગામો મચાવ્યો હતો.

હુમલાખોરોએ ધારદાર હથિયાર વડે પકડેલી ગાયો અને વાછરડાના દોરડા કાપી નાખ્યા હતા અને પશુઓને બળજબરીપૂર્વક છોડાવી લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હુમલાખોરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

કર્મચારીઓ પર હથિયાર ઉગામી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં સમગ્ર મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
📲Get App