🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજુલામાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો: ૧૧ શખ્સો સામે ફરિયાદ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 23 Sep 2026, 11:32 AM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલામાં એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ૧૧ શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજુલા શહેરમાં ૨૨ વર્ષીય યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં યુવકને શરીર પર છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને માર પણ મારવામાં આવ્યો હતો. આ અંગે પીડિત યુવક વિપુલભાઈ રવજીભાઈ શિયાળ (ઉ.વ. ૨૨) ની ફરિયાદના આધારે પોલીસે હાર્દિકભાઈ હિંમતભાઈ શિયાળ, કિશનભાઈ નારણભાઈ શિયાળ, જવદિપભાઈ રામજીભાઈ ચૌહાણ, વિરસંગભાઈ રૂખભાઈ શિયાળ, યોગેશભાઈ રૂખભાઈ શિયાળ, સમજીભાઈ બારૈયા, દિલીપભાઈ જીનુભાઈ ખુંખલવા, મહેકભાઈ ધરમશીભાઈ જોણીયા, કમલેશભાઈ નરશીભાઈ ચૌહાણ, જીગરભાઈ વનરાજભાઈ બારૈયા તથા અજાણ્યા બે પુરૂષો સહિત કુલ ૧૧ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી હાર્દિકભાઈ શિયાળ જેની સાથે સગાઈ થવાની હતી તે યુવકની દીકરી ભાવેશભાઈ ગુજરીયા સાથે ફોન પર વાત કરતી હતી. આ બાબતનો રાગદ્વેષ રાખીને આરોપીઓએ ભાવેશભાઈ સાથે સમાધાન કરવાના બહાને કાવતરું ઘડ્યું હતું. પ્રાણઘાતક હથિયારોથી સજ્જ થઈને આવેલા આરોપીઓએ પીડિત યુવક, સાહેદ રાજુભાઈ અને સાહેદ દિલસુખભાઈને ગાળો આપી હતી.

આરોપીઓએ પીડિત યુવકને મારી નાખવાના ઈરાદે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેમને એક-એક ઘા મારવામાં આવ્યો હતો. ત્રીજો ઘા પેટમાં મારવા જતા પીડિત યુવકે હાથ વડે છરી પકડી લીધી હતી, જેના કારણે તેમના જમણા હાથની ત્રણ આંગળીઓને ઈજા થઈ હતી. આ ઉપરાંત આરોપીઓએ પીડિત યુવક અને સાહેદોને શરીર પર આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટના અંગે રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.
📲Get App