Local
ગઢીયા ચાવંડ ગામના પશુપાલક શામજીભાઈનું સિંહણ સામે બહાદુરી બદલ સન્માન
Watch on:
▶️ YouTube
ગઢીયા ચાવંડ ગામે સિંહણના હુમલા સમયે હિંમતપૂર્વક પોતાના પશુધનનું રક્ષણ કરનાર પશુપાલક શામજીભાઈનું ગામના સરપંચ અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું.
ખારી તાલુકાના ગઢીયા ચાવંડ ગામે થોડા દિવસ પહેલાં એક હિંમતભર્યો બનાવ બન્યો હતો. વહેલી સવારે પોતાના પશુધનને ચરાવવા લઈ ગયેલા પશુપાલક શામજીભાઈ પર અચાનક સિંહણે હુમલો કર્યો હતો.
આ કપરા સમયે શામજીભાઈ ડર્યા નહોતા. તેમણે પોતાના હાથમાં રહેલી લાકડી અને છત્રીનો ઉપયોગ કરીને સિંહણને દૂર રાખી હતી અને પોતાના તમામ પશુધનને સુરક્ષિત રીતે ઘરે પરત લાવવામાં સફળતા મેળવી હતી.
શામજીભાઈની આ અસાધારણ બહાદુરી અને સમયસૂચકતાને બિરદાવવા માટે ગામના સરપંચ અલરખાભાઈ તથા પત્રકાર મિત્રો દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પશુપાલકની હિંમતની પ્રશંસા કરી હતી.