🔥 TRENDING આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખેરાલુ-સિધ્ધપુર હાઇવે પર ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન, ભાદરી પૂનમ પહેલા સમારકામની માંગ

✍️ Reporter: Shaileshji thakor 🗓 23 Sep 2026, 09:40 AM 👁 87
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેરાલુ-સિધ્ધપુર હાઇવે પર અનેક સમયથી પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ભાદરી પૂનમ પહેલા ખાડાઓ પૂરી દેવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

ખેરાલુ-સિધ્ધપુર હાઇવે પર રોડની અત્યંત ખરાબ સ્થિતિને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર પડેલા અનેક ખાડાઓને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકોને રોજિંદી કામગીરીમાં પણ અડચણ આવી રહી છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, ભાદરી પૂનમનો મેળો નજીક આવી રહ્યો છે અને તે પહેલા રોડ પરના ખાડાઓ પૂરી દેવામાં આવે તેવી તેમની તાત્કાલિક માંગ છે. આ ખાડાઓને કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે.

ગઈકાલે રાત્રે પણ અનેક વાહનોને આ ખાડાઓને કારણે નુકસાન થયું હતું. એટલું જ નહીં, બાઇક સવારો પણ ખાડામાં પડી જવાથી ઇજાગ્રસ્ત થયા હતા. એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક સવારને વધુ સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
📲Get App