🔥 TRENDING Rape Case Surge Brings Women's Safety... Ayushmann Khurrana to Portray Pakistan... Madonna and Taylor Swift Dominate MTV... TVK Minister Criticises Udhayanidhi St... Tamil Nadu government revokes controve... Massive protest erupts in Ujjain over...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગરુડેશ્વર કોલેજની વિદ્યાર્થીની સીમાકુમારી પરમારે બોક્સિંગમાં જીત્યું સુવર્ણ ચંદ્રક

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 23 Sep 2026, 05:06 PM 👁 101
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આંતરકોલેજ બોક્સિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે યોજાયેલી આંતરકોલેજ બોક્સિંગ સ્પર્ધામાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ગરુડેશ્વર-એકતાનગરની વિદ્યાર્થીની પરમાર સીમાકુમારી રોહિતભાઈએ સુવર્ણ ચંદ્રક મેળવી ગૌરવ વધાર્યું છે.
સીમાકુમારીએ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમની આ સિદ્ધિથી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તેમજ સમગ્ર નર્મદા જિલ્લાનું નામ યુનિવર્સિટી કક્ષાએ ગૌરવવંતિત થયું છે.
સીમાકુમારીની સફળતા પાછળ તેમના કોચ તથા વાલી શ્રી પરમાર રોહિતકુમારનું માર્ગદર્શન તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. પદ્માબેન આર. તડવી સહિત સમગ્ર કોલેજ પરિવારનો સહયોગ રહ્યો છે.
સીમાકુમારીની આ સિદ્ધિને કોલેજ પરિવાર દ્વારા બિરદાવવામાં આવી હતી. તેમની સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
📲Get App