🔥 TRENDING Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

પ્રાંતિજમાં સર્વરોગ નિદાન, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 01:40 PM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આરોગ્ય સેવા, રક્તદાન અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું..

સાબરકાંઠા જિલ્લાના-:
પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સર્વરોગ નિદાન શિબિર,રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપસ્થિત રહીને સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.આરોગ્ય સેવા દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવી હતી.રક્તદાન કેમ્પ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી યોગદાન આપવામાં આવ્યું. સાથે જ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જનસેવા અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે..

આયોજકોએ જણાવ્યું હતું કે સેવા માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી.પરંતુ સમાજના સુખાકારી માટે સતત કાર્ય કરવાનો સંકલ્પ છે.આ પ્રસંગે સૌને સેવાભાવને જીવનનો અભિન્ન ભાગ બનાવી સમાજના કલ્યાણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપવામાં આવી.
📲Get App