🔥 TRENDING Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂષણ મુદ્દે ૧૫ દિવસમાં પ્લાન્ટ બંધ કરવાનો આદેશ

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 23 Sep 2026, 12:54 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરાના સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપની દ્વારા થતા પ્રદૂષણને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્યની દરમિયાનગીરી બાદ GPCB દ્વારા તપાસ હાથ ધરાતાં કંપનીને પ્લાન્ટ બંધ કરવાનો આદેશ અપાયો છે.

વાગરા વિસ્તારના સાયખા ગામ નજીક આવેલી હીમાની ક્રોપ કંપની દ્વારા થતા પ્રદૂષણને કારણે ચોમાસા દરમિયાન ખેડૂતોના વાવેતર કરેલા પાક નિષ્ફળ જતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ આ મુદ્દે કાયદાકીય લડત ચલાવી હતી.

આ મામલે નજદીકી વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ ખેડૂતોના પડખે ઊભા રહી સરકારી વિભાગોને વારંવાર રજૂઆતો કરી હતી. જેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સત્ય હકીકત જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કંપનીના કાર્યરત પ્લાન્ટમાં અનેક પ્રકારની ખામીઓ જણાઈ આવી હતી. GPCB દ્વારા કંપનીને ટકોર રૂપે નોટિસ આપી ૧૫ દિવસની સમયમર્યાદામાં પ્લાન્ટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

GPCBના આદેશ છતાં કંપની દ્વારા તેનું પાલન થઈ રહ્યું ન હોવાનું જણાતાં ખેડૂતોએ કંપનીની બહાર ધામા નાખ્યા હતા. ખેડૂતોએ કંપની દ્વારા થયેલા નુકસાનનું વળતર અને તાત્કાલિક અસરથી પ્લાન્ટ બંધ કરવાની રજૂઆત કરી હતી.

આગામી ૨૫ સપ્ટેમ્બર બાદ પણ જો કંપની દ્વારા આદેશોનું પાલન કરવામાં નહીં આવે અને નિયમો અનુસાર કાર્યરત નહીં હોય, તો કંપની સામે ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એક યુવા આગેવાને જણાવ્યું હતું કે, જો કંપની તંત્રની સૂચનાઓનું પાલન નહીં કરે તો તેને તાળાબંધી કરવામાં આવશે.
📲Get App