🔥 TRENDING Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઉમરા ગામના મધર ઈન્ડિયા ડેમ પાસે ધોવાણ: ગણેશ વિસર્જન પૂર્વે દુર્ઘટનાની ભીતિ

✍️ Reporter: Dhaval Maheta 🗓 23 Sep 2026, 09:02 AM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબિકા તાલુકાના ઉમરા ગામે મધર ઈન્ડિયા ડેમ પાસે નદીના ધસમસતા પ્રવાહને કારણે મોટા પાયે ધોવાણ થયું છે. સાઈડ પ્રોટેક્શન તૂટતાં સ્મશાન ભૂમિ તરફનો રસ્તો જોખમી બન્યો છે, જેના પગલે ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા છે.

અંબિકા તાલુકાના ઉમરા ગામે આવેલા મધર ઈન્ડિયા ડેમ નીચે નદીના ધસમસતા પ્રવાહના કારણે મોટા પાયે ધોવાણ સર્જાયું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ ચેકડેમ પરથી વહેતા પૂરના પાણીથી સાઈડ પ્રોટેક્શનનો હિસ્સો તૂટી ગયો છે, જેને પગલે તેની અડીને આવેલી સ્મશાન ભૂમિ તરફનો જમીનનો ભાગ પણ ધસી પડ્યો છે.

જમીનના ધોવાણને કારણે સ્મશાન ભૂમિ તરફ જતો રસ્તો અત્યંત જોખમી અને સાંકડો બની ગયો છે. સાથે જ કાંકરા, માટી અને કચરાના ઢગ જામી જતાં ત્યાં અવરજવર મુશ્કેલ બની છે. આગામી દિવસોમાં ગણેશ વિસર્જન નિમિત્તે ઉમરા સહિત આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૂર્તિ વિસર્જન અર્થે આ ડેમ કિનારે એકત્રિત થવાના છે.

જો ગણેશ વિસર્જન પૂર્વે આ તૂટેલા કિનારાનું પથ્થર પીચિંગ કે માટી પુરાણ કરી સમારકામ નહીં કરાય તો ભીડ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આથી, વિસર્જન પૂર્વે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે.

નદીમાં ધસી પડેલા ભાગ પર તાત્કાલિક પતરાં કે દોરડાંનું મજબૂત બેરિકેડિંગ કરી ભયજનક સાઇનબોર્ડ મુકાવવું અત્યંત અનિવાર્ય છે. માત્ર ગણેશોત્સવ પૂરતું નહીં, પરંતુ ભવિષ્યમાં સ્મશાનનો પાકો શેડ નદીના પ્રવાહમાં ધરાશાયી ન થાય તે માટે કાયમી ધોરણે ગ્રેબિયન વોલ (પથ્થરની જાળીવાળી દીવાલ) બનાવવી પણ જરૂરી છે.
📲Get App