🔥 TRENDING बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં ચમત્કારિક બચાવ: કાર નીચે આવી જવા છતાં યુવકનો વાળ પણ વાંકો ન થયો

✍️ Reporter: Dhaval Maheta 🗓 23 Sep 2026, 04:54 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બ્રિજ નીચે આવેલા ગણેશ પંડાલ પાસે એક યુવક પર કાર ફરી વળી હતી, પરંતુ અદભુત રીતે તેનો જીવ બચી ગયો હતો. આસપાસના લોકોની સમયસૂચકતા અને બૂમાબૂમથી યુવકનો ચમત્કારિક બચાવ થયો.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બ્રિજ નીચે આવેલા ગણેશ પંડાલની સામે એક અત્યંત ચોંકાવનારી અને દિલધડક ઘટના બની છે. અહીં મંડપની બહાર જમીન પર સૂઈ રહેલા એક યુવક પર અચાનક કાર ફરી વળી હતી. યુવકનું લગભગ 80 ટકા જેટલું શરીર કારની નીચે આવી ગયું હતું અને તેનો પગ ટાયરની બિલકુલ પાસે હતો. મોત એકદમ નજર સામે હોવા છતાં આ અકસ્માતમાં યુવકનો વાળ પણ વાંકો ન થતાં અદભુત અને ચમત્કારિક બચાવ થયો છે.

બાપ્પાના મંડપ પાસે બનેલી આ ઘટના જોઈને સહુ કોઈ દંગ રહી ગયા હતા. ભેસ્તાનમાં ગણેશ મંડપ નજીક આ યુવક ગાઢ નિંદ્રામાં સૂતો હતો. તે સમયે ત્યાં પાર્ક કરેલી એક કારના ચાલકે અચાનક કાર હંકારી હતી. ડ્રાઈવરનું ધ્યાન ન હોવાથી કાર સીધી જ સૂતેલા યુવક પર ચઢી ગઈ હતી અને યુવક કારના બોનેટ નીચે ફસાઈ ગયો હતો.

ઘટના નજરે જોતા જ આસપાસના લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને તેઓએ તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોના અવાજ અને બૂમાબૂમ સાંભળીને કારનો ડ્રાઇવર પણ ચોંકી ગયો હતો. સ્થાનિક લોકોએ દોડી જઈને ડ્રાઇવરને કાર આગળ લેતા અટકાવ્યો હતો, જેના કારણે યુવકનો જીવ બચી શક્યો હતો. લોકોની સમયસૂચકતા અને સમયસરની બૂમાબૂમથી આ યુવકનો જીવ બચી ગયો હતો.
📲Get App