🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જુનાગઢ: ગૌચર દબાણની અરજી પાછી ખેંચવા રૂ. ૩.૫૦ લાખની લાંચ લેતા કરશનભાઇ સોલંકીને એસીબીએ ઝડપ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Sep 2026, 10:10 PM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢના મધુરમ બાયપાસ પાસે રહેતા કરશનભાઇ ઘેલાભાઇ સોલંકીને એસીબીએ રૂ. ૩,૫૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે..

જુનાગઢમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ રુશ્વત વિરોધી કાર્યવાહી કરીને એક વ્યક્તિને રૂ. ૩,૫૦,૦૦૦/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. જુનાગઢના મધુરમ બાયપાસ પાસે આવેલી વૃંદાવન નગર સોસાયટીના રહેવાસી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકીને એસીબીની ટીમે લાંચના નાણાં સ્વીકારતા દબોચી લીધા હતા.આ સમગ્ર મામલાની વિગત એવી છે કે ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગૌચર જમીનમાં દબાણ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં એક અરજી કરવામાં આવી હતી.આ અરજી પાછી ખેંચી લેવા માટે આરોપી કરશનભાઇ સોલંકીએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી..

આરોપીએ ફરિયાદીને ખાતરી આપી હતી કે જો લાંચની રકમ ચૂકવવામાં આવશે તો તે અરજી પાછી ખેંચી લેશે.આ સાથે જ તલાટી કે ટીડીઓ (TDO) કચેરી તરફથી આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તેવી બાંહેધરી પણ આરોપીએ આપી હતી.આ બાંહેધરીના બદલામાં આરોપીએ રૂ. ૩,૫૦,૦૦૦/- ની માંગણી કરી હતી,જે સ્વીકારતા જ એસીબીએ છટકું ગોઠવીને તેને ઝડપી લીધો હતો.
📲Get App