🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના ૨૩ વર્ષ જૂના પ્રફુલ્લ સાડી ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી કોર્ટમાં હાજર થયા, કાયમી મુક્તિની માંગ કરી

✍️ Reporter: Dhaval Maheta 🗓 22 Sep 2026, 08:44 PM 👁 37
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ચકચારી ૨૩ વર્ષ જૂના પ્રફુલ્લ સાડી ખંડણી કેસમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી સુરત કોર્ટમાં રૂબરૂ હાજર થયા હતા, જ્યારે સહ-આરોપી અંડરવર્લ્ડ ડોન ફઝલુર રહેમાનને આગામી સુનાવણીમાં હાજર રહેવા કડક આદેશ કરાયો છે.

સુરતના ૨૩ વર્ષ જૂના પ્રફુલ્લ સાડી ખંડણી પ્રકરણમાં કોર્ટ સમક્ષ મહત્વની કાનૂની હિલચાલ જોવા મળી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં આરોપી તરીકે નામચીન બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થયા હતા. સુનંદા શેટ્ટીએ પોતાના એડવોકેટ મારફતે અદાલતમાં અરજી દાખલ કરીને વધતી ઉંમર અને શારીરિક કારણોને ધ્યાને રાખી કેસની તમામ નિયમિત મુદતોમાં રૂબરૂ હાજર રહેવામાંથી કાયમી મુક્તિ (Permanent Exemption) આપવાની દાદ માંગી છે. કોર્ટે આ અરજી ધ્યાને લઈ આગળની સુનાવણી પર નિર્ણય મુલતવી રાખ્યો છે.

બીજી તરફ, આ કેસમાં સહ-આરોપી તરીકે સામેલ અંડરવર્લ્ડ ડોન ફઝલુર રહેમાન તરફથી તેના વકીલોએ નાદુરસ્ત તબિયતનું બહાનું રજૂ કરીને મેડિકલ ગ્રાઉન્ડ પર કોર્ટમાં હાજરીમાંથી વધુ એક મુદત આપવા વિનંતી કરી હતી. જોકે, આરોપીઓની સતત ગેરહાજરી અને મુદતો માંગવાની નીતિ સામે અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે અત્યંત કડક વલણ દાખવ્યું હતું અને બીમારીની દલીલ ફગાવી દીધી હતી.

અદાલતે સ્પષ્ટ આદેશ કર્યો છે કે આગામી ૭ ઓક્ટોબરના રોજ અંડરવર્લ્ડ ડોન ફઝલુર રહેમાને કોઈપણ સંજોગોમાં કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવું પડશે. જો તેઓ આગામી મુદતે હાજર નહીં થાય તો તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે તેવી પણ કોર્ટે તાકીદ કરી છે.
📲Get App