🔥 TRENDING Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: ગોદાવાડીમાં નિધિ પટેલની હત્યાના એક મહિના બાદ પણ આરોપીઓ ફરાર, રેન્જ આઈજી પ્રેમવીરસિંહે તપાસની કમાન સંભાળી

✍️ Reporter: Dhaval Maheta 🗓 22 Sep 2026, 09:12 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે લૂંટના ઈરાદે ૨૫ વર્ષીય યુવતીની હત્યાના મામલે એક મહિનો થવા છતાં આરોપીઓ પકડાયા નથી, જેથી હવે રેન્જ આઈજીએ સીધી દેખરેખ શરૂ કરી છે.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે એક મહિના અગાઉ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસેલા લૂંટારુઓએ ૨૫ વર્ષીય યુવતી નિધિ પટેલની હત્યા કરી હતી. આ ચકચારી લૂંટ વિથ હત્યાની ઘટનાને એક મહિનો વીતી ગયો હોવા છતાં આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. જેને પગલે હવે સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહે આ મામલે તપાસમાં સીધી દેખરેખ શરૂ કરી છે.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા ખાસ તપાસ ટીમ એટલે કે એસઆઈટી (SIT)ની રચના કરવામાં આવી હતી. આ SIT દ્વારા અત્યાર સુધીમાં અનેક શકમંદોની સઘન પૂછપરછ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન પોલીસ દ્વારા કેટલાક શકમંદોના નાર્કો ટેસ્ટ અને ડીએનએ (DNA) ટેસ્ટ પણ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ આ મામલે ગુનેગારો સુધી પહોંચવા માટે તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે.
📲Get App