🔥 TRENDING जनगणना में भागीदारी राष्ट्रीय दायित्व:... બેંક કર્મચારીઓની 3 દિવસીય હડતાલ મોકૂફ:... नवादा: कुएं से युवक का आधा जला शव बराम... વાહન માલિકી ટ્રાન્સફર હવે આધાર OTP થી,... कमलिया-धमलिया रोड पर 6 महीने से अधूरा... पूर्व प्रधान के कथित घोटालों पर स्थानी...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા: હિંમતનગરના હાથમતી જળાશય ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સ્વચ્છતા અને વૃક્ષારોપણ યોજાયું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Sep 2026, 06:48 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ફતેપુર ખાતે હાથમતી જળાશય યોજનામાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગર તાલુકાના ફતેપુર ખાતે રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ હસ્તકની હાથમતી જળાશય યોજનામાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જળાશય પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ફતેપુર માંકડીના સરપંચ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય (ખેડ બેઠક) વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં હાજર રહેલા તમામ લોકોએ પર્યાવરણની જાળવણી અને સુરક્ષા માટેના દ્રઢ સંકલ્પ લીધા હતા..

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જળાશયની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો અને વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું સંતુલન જાળવવાનો છે.સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આ ભગીરથ કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
📲Get App