🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અહેવાલની અસર: લુણાવાડામાં ગટરની ગંદકી પર નગરપાલિકાનું તાત્કાલિક એક્શન

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 22 Sep 2026, 07:30 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડાના માંડવી બજાર સહિતના વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સઘન સફાઈ, સ્થાનિકોમાં ખુશી

લુણાવાડા શહેરના હાર્દ સમાન માંડવી બજાર, મોચીવાડા, કાછિયાવાડ અને હુશેની ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન હતા. ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા ગંદકી અને દુર્ગંધ ફેલાઈ હતી.

આ મામલે મીડિયામાં અહેવાલ સામે આવ્યા બાદ લુણાવાડા નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકાની ટીમ દ્વારા આજે અસરગ્રસ્ત વિસ્તારોમાં ગટર લાઈન ખુલ્લી કરી સફાઈ હાથ ધરવામાં આવી હતી. રસ્તા પર જામેલ કચરો દૂર કરી મચ્છરજન્ય રોગ ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

સફાઈ પહેલા અને પછીના દ્રશ્યોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ ગંદકીમાં ગરકાવ રહેતા રસ્તાઓ હવે ચોખ્ખા દેખાતા લોકોએ રાહત અનુભવી છે.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે, આ સમસ્યા વર્ષોથી છે અને અનેક રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ આવતો નથી. ત્યારે તેમની માંગ છે કે, તાત્કાલિક સફાઈની સાથે સાથે ગટર વ્યવસ્થાનું કાયમી સમારકામ કરવામાં આવે.
📲Get App