🔥 TRENDING Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T... धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Khabarhub Publishes Economic Digest Sn... Aishwarya Lekshmi & Arjun Das Star in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

દાલોદ ગામમાં કૂતરાના કરડવાના ગંભીર બનાવ પછી આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી

✍️ Reporter: Bakariya kamlesh bhai Baldev bhai 🗓 22 Sep 2026, 12:34 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દાલોદ ગામમાં કૂતરાના કરડવાના ગંભીર બનાવ પછી આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી, જેમાં હેલ્થ ઓફિસરે અસરગ્રસ્ત લોકોને મુલાકાત લીધી અને રેબીઝ રસીકરણ અને સારવારની સલાહ આપી.

દાલોદ ગામમાં કૂતરાના કરડવાના ગંભીર બનાવને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી.

માંડલ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી રથવી સાહેબ દ્વારા દાલોદ ગામની રૂબરૂ મુલાકાત લઈને અસરગ્રસ્ત લોકોના ઘરે જઈને મુલાકાત લેવામાં આવી હતી. દરેક વ્યક્તિની સ્થિતિ અંગે માહિતી મેળવી, જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાહેબ દ્વારા અસરગ્રસ્ત લોકોને રેબીઝથી બચવા માટે સમયસર રસી અને જરૂરી સારવાર પૂર્ણ કરાવવા, ડોક્ટરની સૂચનાઓનું પાલન કરવા તથા કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અંગે મહત્વપૂર્ણ સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત ગામમાં કૂતરાના કરડવાના બનાવ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી અને પરિસ્થિતિ અંગે પણ જાણકારી મેળવવામાં આવી. ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ન સર્જાય અને લોકોને યોગ્ય આરોગ્ય માર્ગદર્શન મળે તે માટે આરોગ્ય ટીમ દ્વારા જરૂરી સહકાર આપવામાં આવ્યો.

આ ગંભીર પરિસ્થિતિમાં દાલોદ ગામની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચવા બદલ THO શ્રી રથવી સાહેબ તથા સમગ્ર આરોગ્ય વિભાગનો હૃદયપૂર્વક આભાર. આ ઘટના આપણને એક વાત ચોક્કસ શીખવે છે—ગામની કોઈપણ ગંભીર સમસ્યા સામે સમયસર તંત્ર સક્રિય થાય અને અધિકારીઓ લોકો સુધી પહોંચે, તો જનતાને મોટી રાહત મળે છે.
📲Get App