🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એકતા નગરમાં બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન: સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી આદિવાસી નૃત્યના તાલે ઝૂમ્યા.

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 22 Sep 2026, 06:08 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતા નગરમાં બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન: સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી આદિવાસી નૃત્યના તાલે ઝૂમ્યા.

ગુજરાતનું વૈશ્વિક પ્રવાસન સ્થળ એકતા નગર આ દિવસોમાં બોલિવૂડ સિતારાઓથી ઝળહળી રહ્યું છે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Awards) સમારોહમાં ભાગ લેવા માટે જાણીતા બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન એકતા નગર આવી પહોંચ્યા છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના ઇતિહાસમાં પ્રથમ વખત આ ભવ્ય સમારોહ દિલ્હીની બહાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાઈ રહ્યો છે, જ્યાં કાર્તિક આર્યનને તેમની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થવાનો છે.

એકતા નગર ખાતે આગમન સાથે જ કાર્તિક આર્યનનું પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન અભિનેતાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ની મુલાકાત લીધી હતી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે પ્રતિમાની 135 મીટર ઊંચી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી, વિંધ્યાચલ-સાતપુડાની પર્વતમાળાઓ અને સરદાર સરોવર ડેમનો અદ્ભુત નજારો માણ્યો હતો.

મુલાકાત દરમિયાન કાર્તિક આર્યન સંપૂર્ણપણે સ્થાનિક સંસ્કૃતિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. સ્વાગત સમયે પ્રસ્તુત કરાયેલા સ્થાનિક નાની દેવરૂપણના હોળી નૃત્ય અને રાઠવા આદિવાસી નૃત્યના કલાકારોને જોઈને તેઓ પોતે પણ રોકી શક્યા નહોતા. અભિનેતાએ આદિવાસી કલાકારો સાથે સ્ટેપ મિલાવીને પરંપરાગત નૃત્યનો આનંદ માણ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ભવ્ય પ્રતિમા અને આસપાસના કુદરતી સૌંદર્યથી પ્રભાવિત થયેલા કાર્તિક આર્યને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "એકતાના પ્રતીક સમાન આ ભવ્ય પ્રતિમાની મુલાકાત લઈને મને અત્યંત ગર્વની અનુભૂતિ થઈ રહી છે. અહીંની વ્યવસ્થા અને સુંદરતા લાજવાબ છે. દરેક ભારતીયે પોતાના જીવનમાં એકવાર આ રાષ્ટ્રીય ગૌરવ સમાન સ્થળની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ."
📲Get App